વડતાલધામમાં 'જાલંધરપુરાણ' ગ્રંથનું વિમોચન

Wednesday 24th September 2025 06:08 EDT
 
 

આણંદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ ખાતે ગઢવી ચારણી સાહિત્ય વૈશ્વિક સંગઠન પરિસંવાદનો પ્રારંભ થયો. આ પ્રસંગે વિદ્વાનોની ઉપસ્થિતિમાં હરદાસ મિસણકૃત ‘જાલંધરપુરાણ’ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભ સ્વામી, સરદાર પટેલ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ નિરંજનભાઈ પટેલ, જનાર્દનરાય નાગર વિશ્વવિદ્યાલય ઉદેપુરના કુલપતિ બળવંત જાની, ચારણી સાહિત્યના વિદ્વાન અંબાદાન રોહડિયા સહિતના મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ડો. અંબાદાન રોહડિયા દ્વારા સંપાદિત અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘જાલંધરપુરાણ’ ગ્રંથનું વિમોચન થયું. આ સંપાદન હસ્તલિખિત પ્રત પરથી કરાયું છે.


comments powered by Disqus