વડાપ્રધાને ક્યાંક બાળકને સલામ કરી, તો ક્યાંક ભાષણ અટકાવી ચિત્રની ભેટ સ્વીકારી!

Wednesday 24th September 2025 06:08 EDT
 
 

ભાવનગરઃ રોડ શો દરમિયાન ભીડમાં ઊભેલા એક બાળકે વડાપ્રધાનને સેલ્યુટ કરી અને એમની નજર પડતાં જ તેમણે પણ વળતી સેલ્યુટ કરી ત્યારે લોકોએ ઉત્સાહથી આ ઘટનાને વધાવી લીધી હતી. આ જ રીતે વડાપ્રધાન જવાહર મેદાનમાં સંબોધનની શરૂઆત કરતા હતા ત્યારે એક બાળકી અને એક બાળક હાથમાં ચિત્રો લઇને ઊભાં હતાં. આ સમયે તે ચિત્રો પોતાના સુરક્ષાકર્મીઓ મારફતે મેળવવા સૂચના આપી હતી, પરંતુ ભાષણ દરમિયાન એક બાળક લાંબા સમયથી સ્કેચ હાથમાં પકડીને ઊભો હતો એના પર નજર પડતાં, ભાષણ અટકાવીને ચિત્ર મેળવવા સૂચના આપી હતી. આ સાથે બાળક ભાવવિભોર થઇને ધુસ્કે ધુસ્કે રડી પડતાં વડાપ્રધાને કહ્યું કે, તારું ચિત્ર મને મળી ગયું છે રોઇશ નહીં, એના પર સરનામું હશે તો હું તને પત્ર લખીશ. 'જીવનમાં આ નાના બાળકોના પ્રેમથી મોટી સંપત્તિ બીજી કઈ હોઈ શકે?'
વડાપ્રધાને તેમના સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'ભારતમાં જહાજ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, કોંગ્રેસે વિદેશી જહાજોને નૂર ચૂકવવાનું પસંદ કર્યું. આનાથી ભારતમાં જહાજ નિર્માણ ઇકોસિસ્ટમ સ્થગિત થઈ ગઈ, અને વિદેશી જહાજો પર નિર્ભરતા એક મજબૂરી બની ગઈ.


comments powered by Disqus