આફ્રિકાથી હજારો કિમીનો પ્રવાસ કરી કચ્છના મહેમાન બન્યા ચાતક

Wednesday 25th June 2025 06:08 EDT
 
 

નેત્રાઃ કચ્છમાં અષાઢી બીજ અને આદ્રા નક્ષત્ર પહેલાં જ સારા વરસાદથી કચ્છીજનોમાં આનંદની લાગણી છવાઈ છે. બીજી તરફ ચોમાસા દરમિયાન કચ્છના મહેમાન બનતાં યાયાવર પક્ષીનું પણ આગમન શરૂ થઈ ગયું છે. નાગવીરી રખાલને અડીને આવેલા લક્ષ્મીપર (નેત્રા) નજીકના ભેડિયા પાસે નર-માદા ચાતક પક્ષીની જોડી જોવા મળતાં વનવિભાગના કર્મચારીએ કેમેરામાં તેની તસવીર કેદ કરી હતી. લોકવાયકામાં વરસાદ સાથે વણાયેલાં ચાતક પક્ષી આફ્રિકાથી વિવિધ દેશ અને સમુદ્ર પરથી સેંકડો કિલોમીટરની લાંબી સફર ખેડીને જૂન મહિનાની શરૂઆત એટલે કે ચોમાસા દરમિયાન કચ્છનાં મહેમાન બને છે, જે આખું ચોમાસું અહીં ગાળ્યા બાદ દિવાળી પહેલાં પરત જતાં રહે છે.


comments powered by Disqus