ભુવનેશ્વરઃ ઓડિશા પહોંચેલા પીએમ મોદીએ કહ્યું હતું કે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના વોશિંગ્ટન આવવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. પીએમએ શુક્રવારે બિહારના સિવાનમાં રૂ. 5,900 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી, જે બાદ ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થતાં રૂ. 18,600 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.
ભુવનેશ્વરમાં પીએમએ કહ્યું, 'બે દિવસ પહેલાં હું કેનેડામાં જી-7 સમિટમાં ગયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે મને ફોન કર્યો હતો. તેમણે કહ્યું, તમે કેનેડા આવ્યા છો તો વોશિંગ્ટન થઈને જજો, ભોજનની સાથે વાત કરીશું. મેં કહ્યું, આમંત્રણ બદલ આભાર. મારા માટે મહાપ્રભુની ભૂમિ પર જવું મહત્ત્વપૂર્ણ છે, તેથી મેં નમ્રતાપૂર્વક તેમનું આમંત્રણ ઠુકરાવ્યું.