રાજકોટઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં લાઇબ્રેરીની એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરાઈ છે. હવે મુસાફરો માટે બસની રાહ જોતી વખતે સમય પસાર કરવો માત્ર રાહ જોવાનો મુદ્દો જ નહીં રહે, પરંતુ જ્ઞાનપ્રદ અને રસપ્રદ બની રહેશે. આ લાઇબ્રેરી યાત્રિકોને વાંચન માટે ઉત્તમ સાથી બનશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ બસની રાહ જોતી વખતે મુસાફરો મોબાઇલનો ઉપયોગ ઓછો કરે અને જ્ઞાન પણ મળે તેવો છે.

