રાજકોટઃ અમદાવાદ પ્લેનક્રેશમાં રાજકોટની 3 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નરશીભાઈ સગપરિયા અને મુક્તાબહેન ડાંગરનો સમાવેશ થાય છે, ડીએનએ મેચ થતાં મુક્તાબહેનનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો હતો. મુક્તાબહેન ડાંગર લંડનમાં રહેતા તેમના દીકરા મયૂરને મળવા જતાં હતાં ત્યારે પ્લેનક્રેશ થયું હતું. મુક્તાબહેનના ભાઈ કરણભાઈ રાઠોડે જણાવ્યું કે, ડીએનએ મેચ થતાં હોસ્પિટલથી ફોન આવ્યો હતો અને બોડીને ઘર સુધી પહોંચાડવાની કાર્યવાહી કરી અપાઈ હતી. દીકરાએ લંડનમાં પોતાનું ઘર લીધું હતું, જેથી મૃતક મુક્તાબહેન પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીને મળવા જતાં હતાં.