મુંદ્રાઃ શિફા હોસ્પિટલના લાભાર્થે મુંદ્રા મુસ્લિમ યુવા ગ્રૂપ દ્વારા આયોજિત શિફા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં એકત્ર થયેલી દાનની રકમ રૂ. 18,51,000 શિફા હોસ્પિટલના ટ્રસ્ટીઓને ભુજ ખાતે અર્પણ કરાઈ હતી.
ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમે કહ્યું હતું કે, સેવાના કામ માટે હંમેશાં સહયોગ મળતો રહે છે. શિફા હોસ્પિટલનું કામ શરૂ થયું ત્યારથી દાતાઓનું સ્વયંભૂ ડોનેશન મળી રહ્યું છે. આ માટે સર્વે હિન્દુ-મુસ્લિમ દાતાઓનો આભાર. મંત્રી યુસુફ જત, ખજાનચી હાજી અબ્દુલ કરીમ મેમણ, ટ્રસ્ટી હાજી યાકુબ સોનારા, માનદ્ મેનેજર હાજી ઇબ્રાહિમ જત દ્વારા મુંદ્રા મુસ્લિમ યુવા ગ્રૂપના સભ્યોનો આભાર વ્યક્ત કરી સન્માન કરાયું હતું. આ પ્રસંગે મુંદ્રા યુવા ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હાજી આદમે કહ્યું કે, અહીં હિન્દુ-મુસ્લિમ તમામ દર્દીઓ માટે ેએક જ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.