સુરતમાં લેપ્ટો.નો પ્રથમ કેસઃ ગર્ભવતી મહિલાનું મોત

Wednesday 25th June 2025 06:08 EDT
 
 

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં દરવર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાઇરોસીસના કેસ સામે આવતા હોય છે, ત્યારે આ વર્ષે સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસનો પ્રથમ દર્દી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે આજે એક ગર્ભવતી મહિલાનું એકાએક ઊલટી થયા બાદ તબિયત લથડતાં મોત નીપજ્યું છે. ચોમાસાની ઋતુમાં દરવર્ષે દક્ષિણ ગુજરાતનાં અંતરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાઇરોસીસના કેસ સામે આવતા હોય છે. આ વર્ષે સુરત જિલ્લામાં લેપ્ટોનો પ્રથમ કેસ નોંધાયો છે, જેમાં બારડોલીના વાકાનેર ગામમાં રહેતો 33 વર્ષીય યુવાન લેપ્ટોસ્પાઇરોસીસમાં સપડાયો હતો, જેથી તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


comments powered by Disqus