‘મારી બેગ ખસેડશો તો ફ્લાઇટ ક્રેશ કરી દઈશ’

Wednesday 25th June 2025 07:44 EDT
 
 

સુરતઃ બેંગલુરુથી સુરત આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 36 વર્ષીય મહિલા ડોક્ટરને કેબિન ક્રૂ સાથે પોતાની બેગ મૂકવા મામલે ઝઘડો થતાં તેણે પ્લેન ક્રેશ કરવાની ધમકી આપી હતી. જેથી તેની ધરપકડ કરાઈ છે.
આયુર્વેદ ડોક્ટર હિરલ મોહન વ્યાસ બેંગલુરુ શિવાનહલ્લી ખાતે રહે છે. જે મંગળવારે એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગલુરુ-સુરતની ફ્લાઇટમાં બે બેગ સાથે મુસાફરી કરી રહી હતી. દરમિયાન તેણી બેંગલુરુ એરપોર્ટ પર ચેકઇન કાઉન્ટર પર ચેકિંગ કરાવ્યા વિના જ બે બેગ લઈ ફ્લાઇટમાં ચડી ગઈ હતી. જ્યાં ક્રૂએ હિરલને બેગ રેકમાં મૂકવા જણાવતાં તેણે ગુસ્સે થઈ કહ્યું કે, ‘બેગ તો ક્રૂએ જ રાખવી જોઈએ.’ વારંવાર વિનંતી છતાં તેણે ન સાંભળતાં સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો. અંતે અન્ય મુસાફરો હિરલને સમજાવવા આવ્યા હતા, પરંતુ હિરલે ગુસ્સે થઈ જણાવ્યું હતું કે, ‘મારી બેગ ખસેડશો તો ફ્લાઇટ ક્રેશ કરી દઈશ’.


comments powered by Disqus