મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર અને મેનેજર દિશા સાલિયાનના શંકાસ્પદ મોત મુદ્દે રાજકારણ ફરી ગરમાયું. દિશાના પિતા સતિષ સાલિયાને મુંબઈ હાઇકોર્ટમાં દીકરીના મોતનાં 5 વર્ષ બાદ અરજી કરી છે, જેમાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય સામે દુષ્કર્મ-હત્યાના ગંભીર આરોપ લગાવ્યા છે.
સતિષ સાલિયાને આદિત્ય ઠાકરે પર આરોપ કરતાં કહ્યું હતું કે, દિશાએ આત્મહત્યા નથી કરી. તેની હત્યા થઈ છે. એક પાર્ટીમાં દિશાએ આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી અને કેટલાક અન્ય લોકોની હાજરીમાં સગીરા સાથે દુષ્કર્મ થતાં જોયું હતું. આ કારણે તેની સાથે પણ પહેલાં ગેંગરેપ થયો અને બાદમાં તેની હત્યા કરી દેવાઈ. અરજીમાં આદિત્ય ઠાકરે, પૂર્વ અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત કેટલાક અન્ય લોકોને આરોપી બનાવવા જોઈએ. સતિષે કહ્યું કે, જો દિશા 14મા માળેથી પડી હતી, તો તેના શરીર પર ક્યાંક તો ઇજા થવી જોઈતી હતી.
આદિત્યએ પોતાનો બચાવ કરતાં કહ્યું કે, જે દિવસે તેની હત્યા થઈ ત્યારે હું મારા નાનાની સારવાર માટે હોસ્પિટલમાં હતો.