નવી દિલ્હીઃ ગોધરાકાંડ પછીનાં રમખાણોના એક કેસના 6 આરોપીને સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા. સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો આપતાં કહ્યું હતું કે, કોઈપણ ઘટનામાં માત્ર સ્થળ પર હાજર હોવું કે ધરપકડ થવી એ ગુનેગાર ટોળાનો હિસ્સો હોવાનું સાબિત કરવા માટે પર્યાપ્ત નથી. આ સાથે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ગુજરાત હાઇકોર્ટે 2016માં આપેલો ચુકાદો ફગાવી દઈ રમખાણ કેસમાં 6 આરોપીને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો હતો.