વડાપ્રધાન મોદીની 32 મહિનામાં 38 વિદેશયાત્રા, રૂ. 258 કરોડનો ખર્ચ થયો

Wednesday 26th March 2025 05:58 EDT
 
 

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લાં 3 વર્ષમાં કરાયેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે, 32 મહિનામાં તેમણે 38 વિદેશયાત્રા કરી હતી, જેમાં કુલ રૂ. 258 કરોડનો ખર્ચ થયો હતો.
નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો રૂ. 80,01 લાખનો ખર્ચ થયો હતો, જ્યારે કે જૂન 2023માં અમેરિકાની મુલાકાત દરમિયાન સૌથી વધુ રૂ. 22.89 કરોડથી વધુનો ખર્ચ થયો હતો. વર્ષ 2022માં પ્રધાનમંત્રી જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેપાળ, જાપાન, યુએઈ, જર્મની, જાપાન, ઉઝબેકિસ્તાન તથા ઇન્ડોનેશિયા ગયા હતા. 2023માં પાપુઆ ન્યૂ ગિની, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા, ઇજિપ્ત, ફ્રાન્સ, યુએઈ, દક્ષિણ આફ્રિકા, ગ્રીસ, ઇન્ડોનેશિયા તથા યુએઈ ગયા હતા. 2024માં યુએઈ, કતાર, ભુટાન, ઈટલી, ઓસ્ટ્રિયા, રશિયા, પોલેન્ડ, યુક્રેન, બ્રુનેઈ, અમેરિકા, સિંગાપોર, લાઓસ અને રશિયા, નવેમ્બરમાં નાઇજિરિયા, બ્રાઝિલ,ે ગુયાના તથા કુવૈત ગયા હતા.


comments powered by Disqus