અમદાવાદઃ વિસાવદર બેઠક પર રાજ્ય ચૂંટણીપંચે હજુ ચૂંટણીની જાહેરાત કરી નથી, પરંતુ તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ પેટાચૂંટણી લડવા તૈયારી આદરી લીધી છે. પેટાચૂંટણીની જાહેરાત થાય તે અગાઉ જ આમ આદમી પાર્ટીએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને નેશનલ જોઇન્ટ સેક્રેટરી ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વિસાવદર પેટાચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન થવાનું નક્કી હતું. પણ અચાનક જ દિલ્હીથી આપ વિસાવદરના ઉમેદવારના નામની ઘોષણા કરી હતી, જેમાં ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી ચૂંટણી લડાવવા નક્કી કરાયું છે. આ જોતાં વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણીજંગ ખેલાશે. રીબડિયાએ હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચતાં વિસાવદર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો છે.