આણંદઃ બોરિયાવી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જાણીતાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક આવેલી મોટી નહેરમાં કૂદીને આપઘાત કર્યો છે. રિદ્ધિ સુથાર દોઢ વર્ષના બાળકની માતા હતી. આ દુઃખદ ઘટનાએ તેના ફોલોઅર્સ અને પરિવારજનોને આઘાતમાં મૂકી દીધા છે.
રિદ્ધિ સુથારનો મૃતદેહ ખેડાના કણજરી ગામ નજીકની કેનાલથી મળ્યો હતો. પોલીસ આપઘાત પાછળનાં કારણો શોધવા માટે પ્રયાસ કરી રહી છે.
રિદ્ધિ કેટલાંક વર્ષોથી સોશિયલ મીડિયા પર એક સક્રિય ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી હતી. 4 વર્ષ પહેલાં તેણે બોરિયાવી ગામના રૂષિન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. રૂષિન તાજેતરમાં યોજાયેલી બોરિયાવી નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થઈ કારોબારી ચેરમેન બન્યો હતો.