500થી વધુને સાઇબર ગુલામીમાં ધકેલનાર નિલેશ ઝડપાયો

Wednesday 26th November 2025 07:35 EST
 
 

અમદાવાદઃ ‘ધ ઘોસ્ટ’ નામથી આંતરરાષ્ટ્રીય સાઇબર સ્લેવરીનું રેકેટ ચલાવતા મૂખ્ય સૂત્રધાર નીલેશ પુરોહિતે માત્ર ત્રણ વર્ષમાં ભારતના 500થી વધારે અને વિવિધ 11 દેશોથી 1000થી વધારે લોકોને મ્યાનમાર મોકલ્યા હતા. આરોપી તમામ પૈસા ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરતો, જેના માટે જુદાજુદા વોલેટમાં આઇડી-પાસવર્ડ બનાવીને તે મ્યાનમાર, કમ્બોડિયા તેમજ ચીનમાં બેઠેલા માસ્ટર માઇન્ડને મોકલી આપતો.
પોલીસનું કહેવું છે કે, નીલેશે ભારતમાં 126 સબ એજન્ટ અને પાકિસ્તાનમાં 30 એજન્ટોની ચેઇન ઊભી કરી હતી. આ ટોળકીએ દુબઈ, મલેશિયા, સિંગાપોરમાં નોકરીના બહાને 1000થી વધુ યુવાનોને મ્યાનમાર મોકલ્યા હતા. જ્યાં તેમની પાસે સાઇબર ફ્રોડના પૈસા પડાવવાના કોલ સેન્ટરમાં જબરજસ્તી કામ કરાવવામાં આવતું હતું. એક વ્યક્તિને નોકરી પર મોકલવા માટે નીલેશને રૂ. 3થી 5 લાખ કમિશન મળતું હતું.


comments powered by Disqus