ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ સહિત દેશના સંખ્યાબંધ રાજ્યોમાં મતદાર યાદીની સઘન ચકાસણી માટેનું SIR અભિયાન શરૂ કરાયું છે ત્યારે પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે રહેલા બાંગ્લાદેશ નાગરિકોએ હવે ઉચાળા ભરવાનું શરૂ કર્યું છે. રાજ્યના નોર્થ 24 પરગણા જિલ્લામાં બાંગ્લાદેશ સરહદે બાંગ્લાદેશી નાગરિકોની મોટી ભીડ સરહદ પાર જવા માટે એકઠી થઈ હતી. લોકોની ભીડ જોતાં સ્પષ્ટ થાય છે કે કેટલી મોટી સંખ્યામાં દેશમાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરી રહ્યા છે.

