અંધશ્રદ્ધાઃ પરિજનો મૃતકનો આત્મા લેવા હોસ્પિટલે પહોંચ્યા

Wednesday 26th November 2025 08:01 EST
 
 

પાવીજેતપુરઃ વિશ્વ ટેક્નોલોજીના આધાર પર હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખોડીવલી ગામના એક મૃતકના પરિજનો આત્મા લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જેમણે ગેટ પાસે જ મૃતકના આત્માને લઈ જવાની વિધિ કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના ખોડવલી ગામેથી આવી જ એક ઘટના સામે આવી છે. ખોડવલી ગામના ધનજી વેચલા રાઠવાનું બીમારી દરમિયાન છોટાઉદેપુર હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું, જેઓનો આત્મા લેવા માટે બળવા સાથે પરિવારજનો સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને હોસ્પિટલના ગેટ પાસે વિધિ કરીને આત્મા લઈ જવાની વિધિ કરી હતી. જે અંતર્ગત પરિજનો એક માટલીમાં મૃતકના આત્માને લઈને પરત ગયા હતા.


comments powered by Disqus