મોરબીઃ ઝૂલતાપુલ દુર્ઘટના કેસમાં હાલ શરતી જામીન પર રહેલા જયસુખભાઈ પટેલનો પાસપોર્ટ હાલ કોર્ટના કબજામાં છે, ત્યારે પાસપોર્ટ કાયમી ધોરણે મેળવવા તેમણે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી હતી. જો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ અરજીને રદ કરી છે. 30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ગુનામાં જયસુખ પટેલ સહિત 10 આરોપીને પકડાયા હતા.

