દહેરાદૂનઃ ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં 5 લોકોનાં મોત થયાં, જે તમામ ગુજરાતના છે. અકસ્માતમાં 17થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 7 મુસાફરની હાલત ગંભીર છે. બસમાં 29થી વધુ લોકો સવાર હતા. નરેન્દ્રનગરના કુંજપુરી-હિંદોળાખાલ નજીક 29થી વધુ લોકોને લઈને જઈ રહેલી બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં જ SDRF અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મદદ માટે પહોંચ્યા હતા.

