રાષ્ટ્રપતિના હસ્તે બનાસ ડેરીને ‘નેશનલ વોટર એવોર્ડ’

Wednesday 26th November 2025 08:01 EST
 
 

પાલનપુરઃ ગુજરાતની ગૌરવવંતી સંસ્થા બનાસ ડેરીને જળસંરક્ષણ અને વ્યવસ્થાપન ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત છઠ્ઠા ‘નેશનલ વોટર એવોર્ડ્સ’માં પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે. વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે નેશનલ વોટર એવોર્ડ એનાયત કરાયો હતો.
બનાસ ડેરીને આ પુરસ્કાર ‘શ્રેષ્ઠ ઔદ્યોગિક એકમ’ની શ્રેણીમાં તેની જળસંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરાયો છે. બનાસ ડેરીએ કેટલાંક વર્ષોથી ‘જનભાગીદારી’ના વિચારને અપનાવીને જળસંચય માટે ઝુંબેશ ચલાવી છે.


comments powered by Disqus