ભુજઃ વાગડ તાલુકાના ભુટકિયા ખાતે આવેલી પૌરાણિક ધોરેશ્વર જાગીર ખાતે નદીનાં કોતરોમાં ઝર ખાતે ડટાઈ ગયેલી ગુફા મળી આવી છે. અગાઉ ગામલોકોમાં વાતો થતી કે અહીં ક્યાંક ગુફા દટાયેલી છે. થોડા સમયમાં સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત કથાને લઈ ગ્રામજનોએ ભેગા થઈને ગુફા શોધવાનું નક્કી કર્યું ને ખોદકામ કરતાં ગુફા મળી આવી. આ ગુફાનું ખોદકામ પહેલાના સમયમાં દુષ્કાળ સમયે ગ્રામજનો દ્વારા કરાયું હતું અને ગુફા નીકળી હતી, પરંતુ ઉપરવાસમાં માયાગર તળાવ આવેલું છે અને તેનું પાણી કોતરોમાંથી નીકળે છે, એટલે પાણી સાથે રેતીના કાંપ દ્વારા આ ગુફા દટાઈ ગઈ હતી.
જો કે વર્ષો બાદ ફરીથી સમસ્ત ગ્રામજનો દ્વારા ખોદકામ કરાતાં પૌરાણિક ગુફા મળી આવી છે. ગુફા વિશે લોકવાયકા મુજબ તે ગેડી નીકળે છે અને ત્યાં પાંડવો રહેતા હતા, એટલે પાંડવો સાથે જોડાયેલી વાતો છે.

