સુરત: સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના નવમા માળે આવેલા ચાય પાર્ટનર કાફેથી 28 વર્ષીય ફિઝિયોથેરપી પ્રેક્ટરે રાધિકાએ નીચે કૂદી આપઘાત કરી લેતાં ચક્યાર મચી ગઈ હતી. આ મહિલા પ્રેક્ટરના બે મહિના બાદ લગ્ન થવાનાં હતાં. ડો. રાધિકા અવારનવાર મંગેતર સાથે આ ચાય પાર્ટનર કાફેમાં આવતી હતી અને તેજ કાફેથી કૂદીને તેણે જીવન ટુંકાવ્યું છે.
ડોક્ટર રાધિકાના આપઘાતના કેસમાં પોલીસ તપાસ દરમિયાન વ્હોટ્સએપ પર થયેલા મેસેજનું રહસ્ય બહાર આવ્યું છે. રાધિકાએ મંગેતરને વ્હોટ્સએપ પર મેસેજ કરી કહ્યું હતું કે, 'નાની-નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય.' આ સાથે બંનેે વચ્ચે વધુ વાત પણ થઈ હતી. આ મેસેજીસ પરથી જણાય છે કે, ડો. રાધિકા અને તેના મંગેતર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો હતો, જે કદાચ આ દુ:ખદ ઘટનાનું મૂળ કારણ હોઈ શકે.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, બંને વોઈસ કોલ અને વીડિયો કોલ થકી નિયમિત વાતચીત કરતાં હતાં. આપઘાત પહેલાં રાધિકા એકલી જ કાફે પર પહોંચી હતી અને ચા પણ પીધી હતી. આટલું જ નહીં તેણે કાફેના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમ છતાં અચાનક જ માતા-પિતા અને પોતાના ઉજ્જવળ કરિયરને બાજુએ મૂકીને તેણે આ અંતિમ પગલું કેમ ભરી લીધું તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

