ઉદ્યોગપતિ લવજી બાદશાહે ખરીદી ભારતની પ્રથમ ટેસ્લા સાઈબર ટ્રક

Wednesday 30th April 2025 08:13 EDT
 
 

સુરતઃ ઉદ્યોગપતિ લવજી બાદશાહ તેમની નવી કારથી ચર્ચાના કેન્દ્રસ્થાને આવી ગયા છે. હાલમાં જ લવજી બાદશાહે દુબઈથી ખાસ ટેસ્લા સાઇબર ટ્રક ઈમ્પોર્ટ કરાવી છે. આમ તો આ ટેસ્લા સાઇબર ટ્રક હજુ સુધી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી, જેથી તેમણે આ ટ્રક બહારથી ઓર્ડર કરી છે.
દુબઈથી મગાવી છે સાઇબર ટ્રક
લવજી બાદશાહે આ ટેસ્લા સાઇબર ટ્રક દુબઈથી ખાસ મગાવી છે અને એ દુબઈ પાસિંગ સાથે જ ભારત આવી છે. અત્યાર સુધી કોઈ જાણતું પણ નહોતું કે આશરે રૂ. 3 કરોડની ટેસ્લા સાઇબર ટ્રક કોણે મગાવી છે, પરંતુ હવે જ્યારે એનો ખુલાસો થયો છે ત્યારે આ સમાચાર ભારતીય ઓટોમોબાઇલ જગતમાં ચર્ચાનો વિષય છે. સોશિયલ મીડિયા પર વાઇરલ ફોટો અને વીડિયોમાં આ ટેસ્લા સાઇબર ટ્રક ટ્રાન્સપોર્ટ દરમિયાન જોવા મળી હતી. એ સમયે એના પર દુબઈની નંબરપ્લેટ હતી, જેના કારણે લોકોમાં વધુ ઉત્સુકતા જાગી હતી. આ સાઇબર ટ્રક મુંબઈથી પસાર થઈને સુરત પહોંચી ગઈ છે.
મજબૂત સ્ટેઇનલેસ સ્ટીલથી બની ટ્રક
ટેસ્લાની સાઇબર ટ્રકની ડિઝાઇન એકદમ અલગ છે. તેનો લૂક એવો લાગે છે કે, કોઈ રોબોટિક ફિલ્મના સુપરહીરો માટે બનાવાઈ હોય. આ ટ્રક 30 ગણા મજબૂત સ્ટેઇનલેસ સ્ટીલથી બનેલી છે, જેના કારણે એ અત્યંત
ટફ છે.


comments powered by Disqus