મૂળ વઢવાણના અને અમદાવાદમાં વસતા કવિ તુષાર દુર્ગેશભાઈ શુક્લને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા બદલ તુષાર શુક્લને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ અંગે તુષાર શુક્લએ કહ્યું કે, પદ્મશ્રીથી સન્માનિત થવું એટલે મારા શબ્દોનું સન્માન થવું.