ગુજરાત ટાઈટન્સ ટીમની વડનગર મુલાકાત

Wednesday 30th April 2025 06:47 EDT
 
 

મહેસાણાઃ આઇપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓ બુધવારે ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા.. ટીમના કેપ્ટન શુભમન ગિલ, રાશીદ ખાન, મોહંમદ સિરાજ, સાંઈ કિશોર સહિતના સ્ટાર ખેલાડીઓએ વડનગરના કીર્તિતોરણ, સંગ્રહાલય તેમજ હાટકેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. સ્ટાર ખેલાડીઓ વડનગરમાં આવી પહોંચતાં તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલાડીઓની આ મુલાકાત દરમિયાન તેમના પ્રોટોકોલની વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં આવી હતી.


comments powered by Disqus