અમદાવાદઃ અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ. 28 એપ્રિલની મોડીરાત્રે જ પોલીસ કાફલો, 50 JCB મશીન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન- AMCની ટીમ ચંડોળા પહોંચી હતી. ત્યારબાદ સવારે 7 વાગ્યાથી એએમસી દ્વારા બાંધકામો તોડવાનું શરૂ કરાયા બાદ આ ડિમોલિશન પર સ્ટે માટે મામલો હાઇકોર્ટમાં ગયો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાના ચંડોળા તળાવમાં આવેલા અંદાજિત 2 હજાર જેટલા બાંગ્લાદેશી નાગરિકોનાં કાચાં-પાકાં ઝૂંપડાં દૂર કર્યાં હતાં. દબાણો હટાવવામાં આવતાં ચંડોળાની અંદાજે 1 લાખ ચો.મી. જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
આતંકી સ્લીપર સેલ બનાવવા માગે છે
ક્રાઇમબ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે, બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત-ઉલ-બાંગ્લાદેશ અમદાવાદ સહિત વિવિધ શહેરમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માગે છે. આ માટે તેને ચંડોળાના લોકોનો સંપર્ક પણ કર્યો હતો.
અલકાયદાના 4 આતંકી પકડ્યા હતા
જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે, વર્ષ 2022માં ચંડોળાથી ગુજરાત ATSએ અલકાયદાના 4 આતંકીને પકડ્યા હતા. આ મામલે એનઆઇએની તપાસ ચાલી રહી છે. બીજા આતંકી પણ ચંડોળામાં કોઈના સંપર્કમાં રહેવા માગતા હતા. અહીં ડ્રગ્સના કેસ પણ થયા છે. અહીંથી જ ડ્રગ્સની મોટી કાર્ટેલ ઓપરેટ થતી હતી. આ સાથે જ પ્રોસ્ટિટ્યૂશનનું પણ મોટું રેકેટ ચાલતું હતું. ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવાતો હતો.
મુખ્યમંત્રીએ માહિતી લીધી
બપોરે 3 વાગ્યે ડિમોલિશન મામલે અમદાવાદ સી.પી. ઓફિસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઇલેવલ બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 25 મિનિટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે ડિમોલિશનની સમગ્ર વિગત મેળવી હતી.
અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ. 28 એપ્રિલની મોડીરાત્રે જ પોલીસ કાફલો, 50 JCB મશીન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન- AMCની ટીમ ચંડોળા પહોંચી હતી. ત્યારબાદ સવારે 7 વાગ્યાથી એએમસી દ્વારા બાંધકામો તોડવાનું શરૂ કરાયા બાદ આ ડિમોલિશન પર સ્ટે માટે મામલો હાઇકોર્ટમાં ગયો હતો.