ખંભાતઃ સેશન્સ કોર્ટે એક ચકચારી કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ડબલ ફાંસીની સજા ફટકારી છે. ખંભાત સેશન્સ કોર્ટે આરોપી અર્જુન ગોહેલને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવી ડબલ ફાંસીની સજા સંભળાવી છે.
2019માં બનેલી આ ઘટનામાં આરોપી બેસતા વર્ષના દિવસે ફટાકડા આપવાની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો. ત્યાર બાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી હતી. ખંભાત સેશન્સ કોર્ટે આ કેસ ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણી દુષ્કર્મના કેસમાં ફાંસીની સજા, જ્યારે દુષ્કર્મ બાદ હત્યાને જઘન્ય કૃત્ય ગણાવી ડબલ ફાંસીની સજા કરી છે.