દ્વારકાઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી કાઢી છે અને ચિંતા પણ વ્યક્ત કરી છે. શંકરાચાર્યએ કહ્યું હતું કે, ભારત જેવા લોકતાંત્રિક દેશ માટે ચિંતાની વાત છે કે ધર્મવિશેષ લોકોની પૂછીપૂછીને હત્યા કરવામાં આવે. નોંધનીય છે કે, પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ચાર શંકરાચાર્ય પૈકી સૌપ્રથમ દ્વારકાના શારદાપીઠના શંકરાચાર્યએ ઘટનાને વખોડી દેશના લોકોને એકતા બતાવી આતંકવાદને જડબાતોડ જવાબ આપવા અપીલ કરી છે. શંકરાચાર્યએ જણાવ્યું હતું કે, મુસ્લિમ ધર્મના લોકો પાસે અપેક્ષા છે કે તેઓ આતંકવાદ વિરુદ્ધ બોલીને ભારતીયતા સિદ્ધ કરે.
આતંકીઓએ લીધો ધર્મનો આશરો
કાશ્મીરના પહેલગામની દુઃખદ ઘટનાથી એ સમજમાં આવી ચૂક્યું છે કે જે લોકો કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. જો કે સિદ્ધ થઈ ગયું છે કે આતંકીઓએ ચોક્કસ ધર્મના લોકોને લક્ષ્યમાં રાખી હત્યા કરી છે.