વિસનગરના વાલમ ગામમાં 600 વર્ષ જૂની પરંપરા હાથિયાઠાઠુ મહોત્સવ ઊજવાયો. ચૈત્ર વદ નોમ-દશમે યોજાતા આ મહોત્સવમાં બળદગાડાની રોમાંચક હરીફાઈ જોવા મળી. મહોત્સવના 24 એપ્રિલે સુલઈમાતાના જયઘોષ સાથે ગામની સાંકડી શેરીઓમાં બળદગાડાં 70થી 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડતાં દેખાયાં.