હાઈકોર્ટે ડિમોલિશન પર સ્ટેની અરજી નકારી, ડિમોલિશનને લીલીઝંડી

Wednesday 30th April 2025 06:49 EDT
 
 

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથ ધરેલા મેગા ડિમોલિશન સામે સ્ટે મૂકવા 18 લોકોએ મંગળવારે સવારે અરજી કરી હતી. આ અંગે હાઇકોર્ટે 11:15 વાગ્યાથી લઈ 12.45 વાગ્યા સુધી એમ દોઢ કલાક સુનાવણી કરી હતી. હાઇકોર્ટમાં અરજદારોએ રજૂઆત કરી કે, ચંડોળા વિસ્તારમાં નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે.
અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું નથી, આ સ્થિતિમાં પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે અપ્રવાસી વિદેશી છે કે નહીં એ ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. તંત્ર દ્વારા નિયમ મુજબ ઘર તોડતાં અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી, કે પુનર્વસનની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જો કે અરજકર્તાઓની આ અરજીને હાઇકોર્ટે નકારી કાઢી ડિમોલિશનને લીલીઝંડી આપી દીધી છે. આમ ચંડોળા તળાવમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન કરાયું.


comments powered by Disqus