સીઆરપીએફના પૂર્વ ચીફ અનિશ દયાલસિંહને ડેપ્યુટી એનએસએ બનાવાયા છે, જેઓ અજિત ડોભાલ સાથે દેશની સુરક્ષા મુદ્દે સલાહકાર તરીકેની જવાબદારી સંભાળશે.
• કર્ણાટક કોંગ્રેસ ધારાસભ્ય પાસેથી રૂ. 12 કરોડ મળ્યાઃ ઈડીએ શનિવારે સટ્ટાબાજી કેસમાં કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રની ધરપકડ કરી રૂ. 12 કરોડ રોકડા, રૂ. 6 કરોડનાં સોના-ચાંદીનાં આભૂષણ જપ્ત કર્યાં છે.
• ચંદ્રાબાબુ નાયડુ સૌથી ધનિક મુખ્યમંત્રીઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ADRની યાદીમાં દેશના સૌથી શ્રીમંત મુખ્યમંત્રીની યાદીમાં ટોચના સ્થાને પહોંચ્યા છે. નાયડુએ રૂ. 931 કરોડની કુલ સંપત્તિ જાહેર કરી છે.
• જમાતની 215 સ્કૂલોનો વહીવટ સરકારના હાથમાંઃ પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલી 215 શાળાનો વહીવટ જમ્મુ-કાશ્મીર સરકારે લીધો છે.
• ભારતીય અંતરીક્ષ સ્ટેશનના ફર્સ્ટ લૂકનું અનાવરણઃ અનેક મંત્રી-નેતાઓની હાજરીમાં 'ભારતીય અંતરીક્ષ સ્ટેશનના પ્રથમ દેખાવનું અનાવરણ કર્યું હતું.
• ભારતે પાકિસ્તાનને બચાવ્યુંઃ ભારતે માનવીય આધાર પર રવિવારે જમ્મુ-કાશ્મીરમાં તાવી નદીમાં પૂર આવવાની પાક.ને જાણકારી આપી તેને બચાવ્યું.
• ભારત ફિઝીને સહાય આપશેઃ ભારત ફિઝીની સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવા માટે તાલીમ અને ઉપકરણ સહાયતા પ્રદાન કરશે.
• ભારત ઇઝરાયલથી રેમપેજ મિસાઇલ ખરીદશેેઃ ઓપરેશન સિંદૂરમાં સફળતા બાદ ભારત ઈઝરાયલી રેમપેજ મિસાઇલ ખરીદશે. આ ઓર્ડર ટૂંક સમયમાં ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા અંતર્ગત અપાશે.
• ભારત અને જાપાન મોટી ડીલ કરશેઃ અમેરિકા સાથે ટ્રેડ વોર વચ્ચે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ ભારતમાં 68 અબજ ડોલરનું રોકાણ કરવા જાહેરાત કરી, જે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.
• આતંક ફેલાવવા પાકિસ્તાનનું જૈશને ફંડઃ પાકિસ્તાન આતંક ફેલાવવા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને રૂ. 3.71 અબજ આપ્યા. જેના દ્વારા જૈશે 313 નવાં સેન્ટર અને આતંકી કેમ્પો ઊભા કરવાનું કાવતરુ ઘડ્યું હોવાનું સામે આવ્યું છે.

