અમદાવાદઃ ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અંગત અદાવતમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાના મામલે ક્રાઇમબ્રાન્ચે બે સગીર આરોપીની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે હત્યા કરનારો આરોપી વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી બોક્સ કટર સાથે રાખતો હતો અને અનેક વિદ્યાર્થીઓને ડરાવી ચૂક્યો હતો. આ બાબતે સ્કૂલના શિક્ષકો અને સ્ટાફ પણ વાકેફ હતા.
ક્રાઇમબ્રાન્ચની તપાસમાં સ્કૂલના આચાર્ય અને તેમના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવતાં આ મામલે સ્કૂલના આચાર્ય, સિક્યોરિટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.

