ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદઃ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ

Wednesday 27th August 2025 06:05 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યાર સુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદથી જળાશયોની પાણીની આવકમાં પણ વધારો થયો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા થઈ ગયું છે. 59 જળાશયો છલોછલ થઈ ગયાં છે, જ્યારે 78 જળાશયો હાઇએલર્ટ પર છે.
ગુજરાતમાં ગતવર્ષે 23 ઓગસ્ટ સુધી સિઝનનો સરેરાશ 26 ઈંચ સાથે 75 ટકા વરસાદ વરસ્યો હતો. આ વખતે રિજિયન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સૌથી વધુ 83 ટકા, દક્ષિણ ગુજરાતમાં 81.66 ટકા, ઉત્તર ગુજરાતમાં 79.33 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના 42 તાલુકા એવા છે, જ્યાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઈંચની રીતે વલસાડનો કપરાડા તાલુકો 101.37 ઈંચ સાથે મોખરાના સ્થાને છે. આ સિવાય તાપીના ડોલવણ, વલસાડના વાપી અને નવસારીના ખેરગામમાં 80 ઈંચથી વધુ મેઘમહેર થઈ ચૂકી છે. જો કે હજુ પણ ગુજરાતના કેટલાક તાલુકા એવા છે, જ્યાં 60 ટકાથી પણ ઓછો વરસાદ છે. જેમાં કચ્છના રાપર, મહેસાણાના બેચરાજી, પાટણના ચાણસ્મા-હારિજ-શંખેશ્વર-સાંતલપુર-સમી-રાધનપુર, બનાસકાંઠાના સુઈગામ, અમદાવાદના ધોલેરા-સાણંદ, છોટાઉદેપુરના ક્વાંટ-નસવાડી, પંચમહાલના મોરવા હડફ, ખેડાના ઠાસરાનો સમાવેશ થાય છે.

રિજિયન પ્રમાણે વરસાદની સ્થિતિ
રિજિયન    ઈંચમાં     સરેરાશ
કચ્છ        15.77    83.00%
ઉત્તર        22.50   79.33%
પૂર્વ-મધ્ય    24.00   75.56%
સૌરાષ્ટ્ર      23.13    78.57%
દક્ષિણ      48.00    81.66%
સરેરાશ     27.50    80.00%

કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ?
જિલ્લો    વરસાદ    સરેરાશ
વલસાડ   77.50     85.01%
ડાંગ       64.33     71.56%
નવસારી   59.05    80.33%
સુરત       49.10    84.93%
તાપી       48.07    89.31%

ગુજરાતમાં જળાશયોની સ્થિતિ
રિજિયન    જળાશયો    જળસ્તર
ઉત્તર        15            69.18%
મધ્ય         17            89.00%
દક્ષિણ      13            76.66%
કચ્છ        20             60.00%
સૌરાષ્ટ્ર     141           75.00%
સરદાર સરોવર            82.00%

કયા તાલુકામાં કેટલો વરસાદ?
 વરસાદ             તાલુકા
40 ઈંચથી વધુ     37
20થી 40 ઈંચ     130
10થી 20 ઈંચ      78
5થી 10 ઈંચ        6


comments powered by Disqus