અમદાવાદઃ સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે કોલેજિયમ દ્વારા સોમવારે કેન્દ્ર સરકારને બે નવા ન્યાયાધીશનાં નામની ભલામણ મોકલાઈ, જેમાં બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આલોક અરાધે અને પટના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ગુજરાતી મૂળના વિપુલ મનુભાઈ પંચોલીનો સમાવેશ થાય છે. આ બંનેની નિમણૂક પછી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ફરીથી સંપૂર્ણ 34ની થઈ જશે. જો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળે છે તો જસ્ટિસ વિપુલ પંચોલી 3 ઓક્ટોબર 2031એ દેશના મુખ્ય ન્યાયાધીશ બની શકે છે.

