દ્વારકાના વસઈ ગામે એરપોર્ટ બનશે, ટૂંકમાં જમીન સંપાદન પ્રક્રિયા થશે

Tuesday 26th August 2025 17:37 EDT
 
 

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા એ ચારધામ પૈકી એક ધામ તથા સપ્તપુરી પૈકીની પુરી હોવાથી દરવર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શનાર્થે આવતા હોય છે. યાત્રાધામ દ્વારકાને હવાઈમાર્ગે જોડવા એરપોર્ટ અથવા એરસ્ટ્રીપ મળવાની વાતો લાંબા સમયથી સંભળાયા બાદ આ વખતે દ્વારકા નજીકના વસઈ ગામની જમીન એરપોર્ટ માટે ફાઇનલ કરી લીધી હોવાનું ગાંધીનગરસ્થિત અધિકારીઓએ જણાવ્યું છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, દ્વારકા નજીકના વસઈ ગામની જમીન એરપોર્ટ માટે ફાઇનલ થઈ ચૂકી છે. 


comments powered by Disqus