નવી દિલ્હીઃ ઇડીએ ગુરુમામ અને નવી દિલ્હીમાં સાત રસ્થળોએ દરોડા પાડીને કરોડોના મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા મહત્વના પુરાવા કબજે કર્યા છે. મની લોન્ડરિંગ એકટ હેઠળ ઇડી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ત્રણ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. આ યુવકો નકલી કોલ સેન્ટર ચલાવતા હતા. આ પુત્રકોએ સાથે મળીને છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં નકલી કોલ સેન્ટર દ્વારા અમેરિકાના નાગરિકો સાથે 15 મિલિયન અમેરિકન ડોલર, લગભગ 130 કરોડની છેતરપિંડી કરી છે. ઇડીની તપાસમાં જાણવા મળ્યું કે, 3 યુવકો અર્જુન ગુલાટી, દિવ્યાંશ ગોયલ અને અભિનવ કાલરા નોઈડા અને ગુરુગ્રામમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા.

