નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે 4 દિવસના સંઘર્ષમાં ભારતીય ડિફેન્સ સિસ્ટમે અભૂતપૂર્વ કામ કર્યું હતું. જો કે હવે ભારતે સુદર્શન ચક્ર નામની નવી એકીકૃત એર ડિફેન્સ વેપન સિસ્ટમ વિકસાવી છે, જે ભારતની હવાઈ સંરક્ષણ સિસ્ટમને નવા યુગમાં લઈ જશે. સંરક્ષણ, સંશોધન અને વિકાસ સંગઠને શનિવારે ઓડિશાના દરિયાકાંઠે આ સિસ્ટમનું પહેલું સફળ પરીક્ષણ કર્યું હતું.
ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપ. ઓર્ગેનાઈઝેશને રવિવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, 23 ઓગસ્ટે બપોરે 12:30 વાગ્યે ઓડિશામાં IADWSનું પહેલું ઉડ્ડયન પરીક્ષણ સફળ રહ્યું. ડીઆરડીઓ મુજબ IADWS બહુસ્તરીય સુરક્ષા સિસ્ટમ છે, જેમાં સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. આ સિસ્ટમમાં હવાઈ હુમલાને રોકવા સક્ષમ ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ, અત્યાધુનિક ખૂબ જ ટૂંકા અંતરની હવાઈ સુરક્ષા સિસ્ટમ છે, જે નજીકનાં જોખમોનો નાશ કરવા માટે બનાવાઈ છે.
અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઇલે ઇતિહાસ રચ્યો
ડીઆરડીઓએ વિકસાવેલી અગ્નિ-5 બેલાસ્ટિક મિસાઈલનું લેટેસ્ટ પરીક્ષણ અસાધરણ રહ્યું હતું. અગ્નિ-5ના નવા વેરિઅન્ટની ક્ષમતા મુજબ 2 ટન સુધીની સામગ્રી લોડ કરી શકાશે. અગ્નિ-5 મિસાઈલે પરીક્ષણમાં 90 ડિગ્રીનો ટર્ન લીધો હતો.

