નવી દિલ્હીઃ અમેરિકાના ખૂબ જ વધારે ટેરિક અને ધમકીઓ વચ્ચે ભારતે જેટ એન્જિન ભાબતમાં અમેરિકાને ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. ભારત હવે ક્ષેન્સની સાથે મળીને શક્તિશાળી સ્વદેશી ફિફ્થ જનરેશન સ્ટીલ્થ જેટ એન્જિન બનાવશે. સરકારના આ પગલાંથી ફ્રન્સ અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીઆરડીઓ ટૂંક સમયમાં આ પ્રોજેક્ટને કેબિનેટ કમિટી ઓન સિકયુરિટીની મંજૂરી માટે મોકલશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફ્રાન્સની કંપની સમજૂતી હેઠળ 100 ટકા તકનીકનું હસ્તાંતરણ કરશે. ભારત અને ફ્રન્સની કંપની સાથે મળીને ભારતમાં જ 120 કિલોન્યુટનના થસ્ટવાળાં એન્જિન બનાવશે ડીઆરડીઓએ સાફરાન કંપનીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કંપનીએ અગાઉ પણ ભારતમાં હેલિકોપ્ટરનાં એન્જિન બનાવ્યાં છે. ડીઆરડીઓનું કહેવું છે કે આ પ્રોજેક્ટમાં ડીઆરડીઓની લેબ ગેસ ટર્બાઈન રિસર્ચને પણ સામેલ કરવામાં આવશે, જેનો ખર્ચ 7 અબજ ડોલર જેટલો આવશે.

