દાહોદઃ મનરેગા કૌભાંડની રાજકીય આંચ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડની કારકિર્દી પર પડતી દેખાઈ રહી છે. કૌભાંડમાં તેમના પુત્રોની સંડોવણી અને ધરપકડ બાદ ભાજપે ખાબડનો રાજકીય વિકલ્પ શોધી લીધો છે. ભાજપ ખાબડના રાજકીય કટ્ટર હરીફ અને તેમની સામે
પાછલી બે ચૂંટણી લડેલા ભરત વાખળાને પક્ષમાં લાવીને રાજકીય સમીકરણો બદલવાની તૈયારીમાં છે.

