ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ અને એડવેન્ચર ઝોનનું ઉદ્ઘાટન કરી સ્પીડ બોટ રાઇડનો આનંદ પણ માણ્યો હતો. તેમણે પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર એક્ટિવિટી સ્થળની મુલાકાત લઈને પેરા મોટરિંગ સહિતની રાઇડ્સ પણ નિહાળી હતી અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટૂરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરાઈ રહ્યો છે.

