અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં 19 મેથી 27 મે દરમિયાન કુલ 83 કોવિડ કેસ નોંધાયા, જેની સાથ રાજ્યમાં નોંધાયેલા દર્દીઓની સંખ્યા 12,81,688 થઈ છે. અમદાવાદમાં 27 મેના એક જ દિવસમાં કોરોનાના 17 નવા કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ છે. ભારતમાં સૌથી વધુ કોરોના કેસ કેરલમાં 430 નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ LF.7 ના 4 કેસ નોંધાયા છે, આ સિવાય NB 1.8.1 વેરિએન્ટનો પણ એક કેસ નોંધાયો છે.