નવી દિલ્હીઃ ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સાઇબર સિક્યોરિટી એડવાઇઝર તરીકે પાલનપુરના પ્રણવ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે. આ અંગે પ્રણવ મિસ્ત્રીએ જણાવ્યું કે, મને ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA) NFSU માટે સાઇબર સુરક્ષા સલાહકાર તરીકે વધારાની ભૂમિકા પ્રાપ્ત થઈ છે. સાઇબર સુરક્ષા અને AI દ્વારા આપણી સરહદો અને મહત્ત્વપૂર્ણ ડિજિટલ માળખાને સુરક્ષિત કરવાના આપણા રાષ્ટ્રના મિશનમાં યોગદાન આપવું એ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે.