27 મે સોમવારે સવારથી જ મુંબઈમાં ભારે વરસાદે તાંડવ મચાવ્યો હતો. ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં 7થી 8 કિ.મી. સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ સાથે 70થી 80 કિ.મી.ની ઝડપે ફુંકાયેલા પવનથી ઘણી જગ્યાએ ઝાડ ધરાશાયી થયાં હતાં. એટલું જ નહીં હાલમાં જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઉદઘાટન કરાયેલા વરલી અંડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પણ પાણી ભરાયું હતું. મુંબઈના આ વરસાદે 107 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. વાદળ ફાટતાં બારામતી-ઇન્દાપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેરલમાં ચોમાસું એક અઠવાડિયા પહેલાં, તો મુંબઈમાં પણ ચોમાસું 16 દિવસ વહેલું પ્રવેશ્યું છે.