2023-24માં ગુજરાતથી ભાજપને રૂ. 232 કરોડ, કોંગ્રેસને રૂ. 2.38 કરોડ દાન

Thursday 02nd January 2025 01:26 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023-24માં ભાજપને સૌથી સૌથી વધુ રૂ. 232 કરોડનું દાન મળ્યું હતું. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા કન્ટ્રિબ્યુશન રિપોર્ટ 2023-24 મુજબ કોંગ્રેસને આ દરમિયાન રૂ. 2.38 કરોડનું દાન ગુજરાતથી મળ્યું હતું, જ્યારે આમ આદમી પાર્ટીને રૂ. 7.50 લાખ દાનમાં મળ્યા હતા. રાજ્યમાં ભાજપને કોર્પોરેટ દ્વારા મળતું દાન સૌથી વધુ છે. જ્યારે કોંગ્રેસમાં પક્ષના નેતાઓએ જ મોટાભાગે દાન કર્યું હતું.
એક વર્ષમાં જ ગુજરાતની કંપની ડીઆરએ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડે ભાજપને રૂ. 50 કરોડ દાન આપ્યા હતા. કોંગ્રેસને સૌથી વધુ એક કરોડ રૂપિયા નિરમા લિમિટેડ દ્વારા અપાયા હતા. તો કોંગ્રેસને સૌથી વધુ એક્યુલાઇફ હેલ્થકેર અને નિરમા લિમિટેડ દ્વારા રૂ. 1- 1 કરોડનું દાન કરવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા જ પક્ષને દાન કરવામાં આવ્યું છે, જેમાં જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, શહેઝાદ પઠાણ જેવા નેતાઓ દ્વારા રૂ. 1થી 2 લાખનું દાન કરવામાં આવ્યું છે.
ભાજપને કુલ 2244 કરોડ મળ્યા
દેશમાં ભાજપને એક વર્ષમાં કુલ રૂ. 2244 કરોડનું દાન મળ્યું હતું. જ્યારે કોંગ્રેસને રૂ. 289 કરોડ દાનમાં મળ્યા હતા. બંને પક્ષોને 2022-23 કરતાં 2023-24માં વધુ દાન મળ્યું હતું. જેમાં ભાજપના દાનમાં ઘણો ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત તેલંગાણાના પક્ષ બીઆરએસને રૂ. 495 કરોડ, તામિલનાડુના ડીએમકે પક્ષને રૂ. 60 કરોડ આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસને રૂ. 121 કરોડ અને આમ આદમી પાર્ટીનેને રૂ. 11 કરોડ દાન મળ્યું હતું.


comments powered by Disqus