કેરાઃ પાંચ-પાંચ પેઢીથી માતૃભૂમિ કચ્છની સંતાનભાવે અવિરત સેવા કરનારા બિનનિવાસી કચ્છીઓએ સામાજિક મિલનમાં સેવાને વરેલી સંસ્થાઓ સાથે કાયમ રહેવા કોલ આપ્યો હતો. લેઉવા પટેલ સમાજની આરોગ્ય સેવામાં ચાર રોશની કેમ્પ, બે ડાયાલિસીસ મશીન દાન આપવા સાથે લંડનવાસી પૂર્વ છાત્રોએ 48 વર્તમાન છાત્રોને દત્તક લઈ પ્રેરક પહેલ કરી હતી.
કચ્છમાં સાર્વજનિક સેવા ક્ષેત્રે સીમાચિન્હરૂપ કાર્યોનું ચાલકબળ એનઆરઆઇ બંધુ-ભગિનીઓ છે. માતા મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ, કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, શિક્ષણ, સંગઠનની માહિતી આપતાં ચેરમેન ગોપાલભાઈ ગોરસિયાએ આભાર માન્યો હતો. તેમણે સુપર સ્પેશિયાલિટી સેવાઓ મોંઘી હોવાનો ખુલાસો કરતાં તબીબોના પગાર, દવાઓ, સ્ટાફની ઉપલબ્ધિ સહિતના સંજોગોની વાત કરી હતી. જાણીતા દાનવીર કે.કે. જેસાણી (બળદિયા-યુકે)એ લંડન કોમ્યુનિટીના ઇન્ડિયા ગાર્ડનની વિગતો આપી હતી. અધ્યક્ષ માવજીભાઇ વેકરિયા અને સમગ્ર ટીમને બિરદાવી સ્ટીલ માળખું પૂર્ણ થયાનું ઉમેર્યું હતું. યુવા દાતા વિનોદભાઇ હાલાઇ (સૂરજપર-લંડન)એ ડોક્ટરોના તોતિંગ પગારની વિગતો આપી હતી. સ્વ. પિતા રામજી નારાણ વેકરિયા, સ્વ. વીરબાઇના આત્મશ્રેયાર્થે પુત્ર હરીશ રામજી વેકરિયા સહપરિવાર માધાપર (લંડન) રૂ. 7,50,000, વિશ્રામભાઇ જાદવા હીરાણી, ધ.પ. સામબાઇ પરિવાર માધાપર દ્વારા
રૂ. 7,50,000ના દાનથી બે ડાયાલિસીસ મશીન, જ્યારે રામજી નારણ વેકરિયા પરિવાર હસ્તે કરશન રામજી વેકરિયા દ્વારા 5,00,000ના દાનથી રોશનીનો કેમ્પ એમ 12.50 લાખ જાહેર કર્યા હતા. વિશ્રામ જાદવા હીરાણી પરિવારે એક રોશની કેમ્પ પણ જાહેર કર્યો હતો.

