આંબેડકર મુદ્દે શરમજનક રીતે અખાડો બન્યું સંસદ પરિસર

Thursday 02nd January 2025 03:07 EST
 
 

નવી દિલ્હીઃ ગુરુવાર 19 ડિસેમ્બર સંસદ માટે કાળો દિવસ બની રહ્યો. સતત 3 દિવસથી બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે ઉગ્ર ચર્ચા બાદ ગુરુવારે ભાજપ સાંસદ સંસદના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદો દ્વારા બળપ્રયોગ કરી ધક્કો મારવામાં આવતાં બે ભાજપ સાંસદ પ્રતાપ સારંગી અને મૂકેશ રાજપૂત ઇજાગ્રસ્ત થયા હતા.
શું કહ્યું પ્રતાપ સારંગીએ?
ભાજપ સાંસદ પ્રતાપ સારંગીએ આ અંગે જણાવ્યું કે, હું સીડી પર ઊભો હતો આ સમયે રાહુલ ગાંધી દ્વારા એક સાંસદને ધક્કો મારવામાં આવ્યો અને તે સાંસદ મારા પર પડતાં હું પણ પડી ગયો હતો, જેથી મને માથામાં ઇજા પહોંચી હતી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ ઘટનામાં ભાજપ સાંસદ મૂકેશ રાજપૂત પણ ઇજાગ્રસ્ત થયા, જેમને આઇસીયુમાં દાખલ કરવા પડ્યા હતા. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે, અમિત શાહને બચાવવા આ ષડયંત્ર છે.


comments powered by Disqus