આર્ટેસિયા કાઉન્સિલની ચૂંટણીમાં મૂળ ભારતીય ઝીલ આહિર વિજેતા

Thursday 02nd January 2025 02:31 EST
 
 

સુરતઃ અમેરિકાના લોસ એન્જલસમાં આર્ટેસિયા સિટી કાઉન્સિલની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં ભારતીય મૂળની ગુજરાતી ઝીલ આહિર સૌથી વધુ મત મેળવીને પ્રથમ સ્થાને વિજેતા બની છે. આર્ટેસિયા સિટી કાઉન્સિલમાં પ્રથમ દક્ષિણ એશિયન મહિલા અને સૌથી યુવા કાઉન્સિલ સભ્ય તરીકે શપથ લીધા હતા. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તેણે સાડી પરિધાન કરીને શપથ લીધા હતા.
સુરતની મૂળ વતની ઝીલ આહિરનાં માતા લતા અને પિતા જિજ્ઞેશ આહિર ચોત્રીસ વર્ષથી લોસ એન્જલસમાં સ્થાયી થયેલાં છે. ઝીલનો જન્મ અને ઉછેર લોસ એન્જલસમાં કેલિફોર્નિયા ખાતે થયો હતો. તેણે ફ્લુર્ટન સ્ટેટ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું હતું. બર્કલી યુનિવર્સિટી ખાતેથી મનોવિજ્ઞાનમાં સ્નાતક પૂર્ણ કર્યું હતું. યુએસસી યુનિવર્સિટી ખાતેથી તેણે માસ્ટર્સ કર્યુ હતું. ઝીલ નાનપણથી જ આર્ટેસિયા સિટીમાં રહી છે. ઇન્ડો અમેરિકન હોવાનો ખૂબ જ ગર્વ અનુભવે છે, તે હંમેશાં ભારતીય સંસ્કૃતિને ખૂબ જ આત્મસાત કરતી આવી છે. તે તમામ હિન્દુ ધાર્મિક વિધિઓનું પણ પાલન કરે છે. તે સામાજિક રીતે ખૂબ જ સક્રિય છે.


comments powered by Disqus