આણંદઃ વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ વિશ્વવિદ્યાલયને ગુજરાત સરકારની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા જનતાના હિતાર્થે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા રૂ. 30 લાખનું અનુદાન અપાયું છે. આ બાબતે યુનિવર્સિટી દ્વારા કરાયેલી દરખાસ્તને ધ્યાનમાં રાખીને અકાદમીએ યુનિવર્સિટીને આ અનુદાન મંજૂર કર્યું છે. આ અનુદાન દ્વારા આગામી સમયમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લોકજાગૃતીના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાશે.
આ બાબતે કુલપતિ પ્રો. ડો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, વિશ્વવિદ્યાલય દ્વારા આગામી સમયમાં વિસરાતી જતી કળા ફરી જીવંત થાય એ માટે વિવિધ પ્રયોગો કરાશે. યુનિવર્સિટી દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતીના ભાગરૂપે "સરદાર સાગા: સરદાર 150"ની ઉજવણી કરી રહી છે. જેમાં સરદાર સાહેબને કેન્દ્રમાં રાખી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરાશે.

