અમદાવાદઃ માત્ર રૂ. બે હજારમાં બોગસ PMJAY કાર્ડ બનાવવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે એન્સર કંપનીના નિખિલ પારેખને ઝડપી લીધો છે. જ્યારે સરકારી વિભાગમાં કાર્ડ એપ્રૂવલ માટે જાય ત્યારે રૂપિયા લઈને ઝડપી એપ્રૂવલ કરી આપતા પ્રોજેક્ટ ઓફિસર મિલાપ પટેલની સાથે PMJAYના સરકારી ડોક્ટર શૈલેશ આનંદને ઝડપી લેવાયા છે. બોગસ PMJAY કાર્ડ કૌભાંડમાં દસેક દિવસ પહેલા પોલીસે છ કૌભાંડીને ઝડપી લીધા હતા હવે વધુ ત્રણ ઝડપાયા છે. હજુ ઘણા મોટા માથાની સંડોવણી છતી થવાની સંભાવના છે. PMJAY કાર્ડ માટે લાયક નાગરિક પાસે જો તમામ ડોક્યુમેન્ટ પૂરતા પ્રમાણમાં હોય તેમ છતાં તેને PMJAY કાર્ડ બનાવતાં 3-4 દિવસ લાગી જતા હોય છે જ્યારે કોઇપણ પુરાવા વગર ખ્યાતિકાંડના આરોપીઓ કે તેમની સાથે સંકાળાયેલા
લોકો PMJAY કાર્ડ માત્ર પાંચ મિનિટમાં જ કાઢી
આપતા હતા.

