ચીને અક્સાઈ ચીનમાં પચાવેલા ભારતીય પ્રદેશમાં નવી 2 કાઉન્ટી ઊભી કરી

Thursday 02nd January 2025 02:30 EST
 
 

નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે સરહદી પ્રશ્નો અંગે વિશેષ પ્રતિનિધિ સ્તરે વાટાઘાટ 5 વર્ષ સુધી સ્થગિત રહ્યા બાદ કરી શરૂ થયાના 10 દિવસમાં જ ચીને પુનઃ પોત પ્રકાશ્યું. ચીને નવા બે પરગણા ઊભા કર્યા છે, જેમાંથી એક અક્સાઈ ચીનમાં પચાવી પાડેલો ભારતીય પ્રદેશ પણ સામેલ છે. ચીન છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતના પ્રદેશો પર પોતાનો દાવો મજબૂત કરવા અનેક પગલાં લઈ રહ્યું છે.
ચીનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ ચીનના શિજિઆંગ સ્વાયત્ત પ્રદેશમાં નથી, જેથી 2 કાઉન્ટી હીઅને કાઉન્ટી અને હેકાંગ કાઉન્ટીની રચનાની જાહેરાત કરી છે. હોતાન પ્રીફેક્ચરની આ બંને કાઉન્ટીની રચનાને ચીનના સામ્યવાદી પક્ષની સેન્ટ્રલ કમિટી તથા સ્ટેટ કાઉન્સિલ બંનેની મંજૂરી પણ મળી ચૂકી છે. બંને ટાઉનશિપ્સને અનુક્રમે હીઅને કાઉન્ટી અને હેકાંગ કાઉન્ટીની સીટ જાહેર કરાઈ છે. હીઅને કાઉનીનો ઘણોખરો હિસ્સો અક્સાઈ ચીનમાં ચીને પચાવી પાડેલા ભારતના 38 હજાર ચો.કિ.મી. વિસ્તારના એક મોટા ભાગને આવરી લે છે. ચીને ગેરકાયદે કબજો જમાવી રાખેલી ભારતીય જમીન પર આ નવી હિલચાલની ભારતે ગંભીર નોંધ લીધી છે. ભારતે આ મામલે હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે ચીનના એકપક્ષીય પગલાંની વાટાઘાટો પર કોઈ અસર નહીં પડે.


comments powered by Disqus